Online Education during lockdown of covid-19

કોરોના અને ટેકનિક: લોકડાઉન ને કારણે સ્કુલ અને કોલેજનું ભણતર ઓનલાઇન કરવાનો ટ્રેન્ડ

 

દુનિયામાં ૯૧ ટકા બાળકો સ્કૂલે જય શકતા નથી, ઓનલાઇન અભ્યાસમાં મદદગાર આ ૧૨ પ્લેટફોર્મ

ઇ-લર્નિગ અને કોર્સિસ માટે સરકારના 5 મફત પ્લેટફોર્મ.

  • ELIS portal

કોના માટે છે: જે સ્કિલ્સ કોર્સ કરવા માગે છે.

ક્યાં મળશે :  free.aicte-india.org

» આ મફત પોર્ટલની શરૂઆત કરી છે. તે “એન્હેન્સમેન્ટ ઈન લર્નિંગ વિથ ઈમૂવમેન્ટ ઈન સ્કિલ્સ' (ઈએલઆઈએસ) પોર્ટલ છે. તેમાં અનેક મફત કોર્સ ઉપલબ્ધ છે, જેમાં મશીન લર્નિંગ, પ્રોગ્રામિંગ, ડિજિટલ માર્કેટિંગ જેવા અનેક કોર્સનો સમાવેશ થાય છે. આઈસીટીઈએ 18 ઓનલાઈન એજ્યુકેશન કંપનીઓ સાથે ટાઈઅપ કર્યું છે, જે 26 કોર્સ આપી રહી છે. કોર્સ મફત મેળવવા માટે 15 મે સુધી રજિસ્ટ્રેશન જરૂરી છે.

  • SWAYAM

કોના માટે છે: ધોરણ-9થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓ માટે
ક્યાં મળશે: swayam.gov.in, એપ પણ ઉપલબ્ધ

» તેના પર અનેક મફત કોર્સ છે. અહીં આર્કિટેક્ટર, આર્ટ્સ, લૉ, ગણિત, | વિજ્ઞાનથી માંડીને અનેક વિષયના કોર્સ છે. કોર્સને ચાર ભાગમાં વહેંચાયા છે. વીડિયો લેક્યર, રીડિંગ મટીરિયલ, સેલ્ફ એસેસમેન્ટ ટેસ્ટ અને ઓનલાઈન ડિસ્કશન ફોરમ. 1000 શિક્ષકો દ્વારા તૈયાર રીડિંગ મટીરિયલને ડાઉનલોડ કરી શકે છે. જો “સ્વયં” સર્ટિફિકેટ જોઈએ તો રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને પરીક્ષાની સાધારણ ફી ભરવી પડશે.

  • DIKSHA
કોના માટે છેઃ શિક્ષકો અને 1થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે

ક્યાં મળશે: diksha.gov.in, એપ પણ ઉપલબ્ધ

» આ પોર્ટલ પર શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સામગ્રી છે. માત્ર 12મા ધોરણ માટે જ 80 હજારથી વધુ ઈ-બુક્સ છે. જેને સીબીએસઈ, એનસીઈઆરટી અને રાજ્ય શિક્ષણ બોર્ડ તૈયાર કર્યા છે. પુસ્તકો 8 ભાષામાં ઉપલબ્ધ છે. તેનો ઉદ્દેશ્ય ફિઝિકલ ક્લાસરૂમ ન હોય તો પણ બાળકોનો અભ્યાસ ન અટકે, આ પ્લેટફોમ પર રહેલું લર્નિગ મટિરિયલ જોવા માટે ટેક્સટબૂકમાં રહેલો ક્યુઆર કોડ પણ સ્કેન કરી શકો છો.

  • NROER


કોના માટે છેઃ  સ્કૂલ-કોલેજથી નોકરિયાત વર્ગ માટે.

ક્યાં મળશે:  nroer.gov.in 
» નેશનલ રિપોઝિટરી ઓફ ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ (NROER) અંતર્ગત ઈ-લાઈબ્રેરી, ઈ-બુક્સ અને ઈ-કોર્સિસનો રિપોઝિટરી(કોષ) તૈયાર કરાયા છે. હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ આ પોર્ટલમાં 14 હજારથી વધુ ફાઈલ્સ છે, જેમાં 3000થી વધુ ડોક્યુમેન્ટ્સ, 1300થી વધુ સેશન્સ, 1600 ઓડિયો અને 6100થી વધુ વીડિયો છે. ક્લાસરૂમમાં ચાલી રહેલા લેસન્સ સાથે જોડાવા તેમાં એનરોલ પણ કરી શકાય છે.
સાથે જ ઓનલાઈન ટેસ્ટ પણ ઉપલબ્ધ છે.

  • E-Pathshala

કોના માટે છેઃ  1થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે

ક્યાં મળશે:  epathshala.gov.in એપ પણ ઉપલબ્ધ

» આ પ્લેટફોર્મ પર 1થી 12 ધોરણ સુધીના તમામ વિષયોનાં પુસ્તકો મફતમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, આ ધોરણો માટે અભ્યાસ સંબંધિત અનેક ઈ-રિસોર્સિસ છે. ઈ પાઠશાલા એપ 27 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે.
 તેમાં 500+ ઈ-બુક્સ, 2000+ વીડિયો અને 1800+ ઓડિયો છે. ઓનલાઈન ભણવાનું સરળ બનાવવા માટે સિલેક્ટ, ઝૂમ, હાઈલાઈટ અને બૂકમાર્ક જેવા ઓપ્શન પણ છે.

ઓનલાઈન કોર્સિસ અને ક્લાસિસના 7 પ્લેટફોર્મ

  • બાયજુસ 
ક્યાં મળશે: byjus.com
» આ પ્લેટફોર્મ ચોથા ધોરણનાં બાળકોથી માંડીને જેઈઈ, કેટ જેવી પરીક્ષાઓ માટેના લર્નિંગ પ્રોગ્રામ ઉપલબ્ધ કરાવે છે. આ દેશની સૌથી વધુ ચાલતી એજ્યુકેશન વેબસાઈટ છે અને તેના પર લગભગ 3.5 કરોડ બાળકો રજિસ્ટર્ડ છે. નાના બાળકો માટે ડિઝની બાયજૂસ એપ પણ છે.

  • coursera

ક્યાં મળશે: coursera.org

» તેમાં 140 કોલેજ અને યુનિવર્સિટી સાથે સંકળાયેલા 1000થી વધુ કોર્સિસ છે. જેમાં જેટા સાયન્સ, ફોટોગ્રાફી, બિઝનેસ જેવા અનેક એડવાન્સ ડિગ્રી અને સ્પેશિયલાઈઝેશન કોર્સ છે. તેની એપ એક કરોડથી વધુ વખત ડાઉનલોડ થઈ ચુકી છે.

  • યુડિમાયા

ક્યાં મળશે: udemy.com

» ઓનલાઈન એજ્યુકેશન બાબતે ગ્લોબલ બ્રાન્ટ બની ચૂકેલી યુડિમાય અનેક વ્યવસાયિક કોર્સ ચલાવે છે. આ વેબસાઈટ પર દુનિયાભરમાં 5 કરોડથી વધુ વિદ્યાર્થીઓ જોડાયેલા છે. લગભગ 1.5 લાખ કોર્સ ધરાવતા આ પ્લેટફોર્મ પર 57 હજાર ઈન્સ્ટ્રક્ટર ઉપલબ્ધ છે.

  • અનએકેડમી 

ક્યાં મળશે: unacademy.com

» આ પ્લેટફોર્મ એક રીતે ઓનલાઈન કોચિંગ ક્લાસ છે. તેના દ્વારા રેલવે, ડિફેન્સ, જેઈઈ, નીટ, ગેટ, સીએ, સીએસ જેવી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાની ઓનલાઈન તૈયારી કરી શકાય છે. યુટ્યુબ ચેનલ તરીકે શરૂ થયેલા આ પ્લેટફોર્મ સાથે લગભગ 2 કરોડ જેટલા વિદ્યાર્થી જોડાયેલા છે.

  • ટોપર

ક્યાં મળશે: toppr.com

» ધોરણ 5થી 12ના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ આ પ્લેટફોર્મ સ્કૂલના અભ્યાસની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવે છે. તેમાં લાઈવ ક્લાસિસ, સ્ટડી મટિરિયલ જેવા ફીચર્સ છે. સીબીએસઈ, આઈસીએસઈ અને 18 સ્ટેટ બોર્ડના કોર્સ પણ છે.

  • વેદાંતુ 

ક્યાં મળશે: vedantu.com

» તે શિક્ષકો અને વિદ્યાર્થીઓને જોડવાનું કામ કરે છે. તેમાં અનેક ક્વોલિફાઈડ શિક્ષકો જોડાયેલા છે જે 6થી 12 ધોરણ અને અનેક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સાથે જોડાયેલા ઓનલાઈન ક્લાસિસ લે છે. આ ઉપરાંત રેકોર્ડડ વીડિયોઝ પણ ઉપલબ્ધ છે.

Comments

Popular posts from this blog

GPSSB Recruitment for 1571 Gram Sevak Posts 2022

GPSSB Talati Exam Consent Form 2023

ITBP Constable Driver Recruitment 2023 Apply Online Form 2023

SBI Clerk (Junior Associate) Bharati 2022

India Post GDS Online Application 2023