તમારા હેલ્થ ઇન્સ્યોરન્સમાં થઇ શકે છે કોવિડ કવર; જાણો પર્યાપ્ત છે કે નહીં?
સંજીવ બજાજ જોઇન્ટ ચે૨મેન એન્ડ એમડી, બજાજ કેપિટલ
કોવિડ–19 મહામારીની બીજીલહેરથી સમગ્ર દેશમાં ચિંતાનો માહોલ છે. મહામારીની આર્થિક અસર ઘણી વધુ છે અને વાસ્તવિક નુકસાનનો અંદાજ અમુક મહિના પછી જ જાણી શકાશે. અત્યારે, કોરોના વાય૨સ સંક્રમણના કારણે હોસ્પિટલાઇઝથવાથી લોકોની નાણાકિય સ્થિતિ પર ઘણી ખરાબ અસર પડી રહી છે. હેલ્થ ઇન્સ્યોરન્સ હોવાથી ઘણી બચત થઇ શકે છે અને મહેનતથી બચાવવામાં આવેલ જમા રકમને હોસ્પિટલના ઇલાજ પર ખર્ચ થવામાં અટકાવી સકે છે. કોવિડ–19 સબંધી હેલ્થ ઇન્સ્યોરન્સને લઇને લોકોની પાસે અનેક પ્રશ્ન છે. અમે તમને જરૂરી હેલ્થ કવર પ્લાન અને ક્લેમ સેટલમેન્ટને લઇને અમુક મુળભૂત પ્રશ્નોને વિગતવાર જવાબ આપી રહ્યાં છીએ.
આ પણ વાંચો:-
આયુષમાન ભારત યોજના ( રાષ્ટ્રીય આરોગ્ય સુરક્ષા) માં 5 લાખનો આરોગ્ય વીમો મફત
જો તમારી પાસે પહેલાથી ઇન્ડિવિઝ્યુઅલ અથવા ફેમિલિ ફ્લોટરના રૂપમાં રેગ્યુલર હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી છે તો કોવિડ-19ના કારણે થનારા ખર્ચ હોસ્પિટલાઇઝેશનનો સમ એશ્યોર્ડ સુધીનો ખર્ચ વીમાકર્તા કંપની ઉઠાવશે. જોકે, તમે તમારા ઘર પર ઇલાજ કરાવો છો તો તેના બાબતમાં તમે વીમાકર્તાને પૂછી શકો છો કે તેઓ રિએમ્બર્સ કરશે કે નહિં ?, કોરોના સંક્રમણના ઇલાજની વિશેષ પ્રક્રિયા અને કાર્યવિધિ હોય છે. તેનો ખર્ચ બેઝિક પોલિસીમાં કવર નથી થઇ શકતો. પોતાની વીમા કંપની પાસે એ પણ નક્કી કરી લો કે તેઓ મહામારીને એક્સેપ્શનમાં તો નથી રાખ્યું ને.
આ ઉપરાંત, દરેક હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ઘર પર ઇલાજના ક્લેમ નથી આપતી. જોકે, હોસ્પિટલોમાં બેડની ઉણપ જેવી ઉપસ્થિત સ્થિતીને ધ્યાનમાં રાખી એ યોગ્ય છે કે તમે વીમાકર્તા પાસેથી લેખિત કોમ્યુનિકેશન કરી લો. તમે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન, તમારા હેલ્થ કાર્ડ અથવા પોલિસી નંબર ઇત્યાદિ મોકલી વીમાકર્તા પાસે મંજૂરી માગી શકો છો. પોલિસી ધારકના ઘર પર ઇલાજની ક્યા તબક્કામાં વીમાકર્તા કવર કરશે ? તેની લેખિત યાદી પ્રાપ્ત કરવી ઘણી જરૂરી છે. ઘ૨ ૫૨ ઇલાજની આવશ્યકતા અને મહત્વને ધ્યાનમાં રાખી અનેક વીમાકર્તાઓએ નવા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન લોન્ચ કર્યા છે. જેમાં ઘ૨ ૫૨ ઇલાજને ઇનબિલ્ટ ફીચરના રૂપમાં જોડી શકાય છે.
તાજેતરના અનુભવોથી એ પણ ખબર પડે છે કે પરિવારના એક સભ્યને કોરોના સંક્રમિત થયા પછી અન્ય સભ્યોને પણ સંક્રમિત થવાની સંભાવના રહે છે. હોસ્પિટલમાં 14 દિવસ સુધી દાખલ થવાને ધ્યાનમાં લઇ, હોસ્પિટલનું બિલ અનેક લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. આવામાં સંભવ છે કે તમારા જૂના સમ એશ્યોર્ડ કોવિડના ખર્ચ ઉપાડવા માટે પુરતા નથી. એ પણ જરૂરી છે કે તમારી પાસે હાઇ કવરેજ હોય તો હોસ્પિટલના બિલ ખિસ્સામાંથી ભરવા ન પડે. તમારા શહેર અને હોસ્પિટલના પ્રકારની સાથે જ તમારા ખુદના ખર્ચ ઉપાડવા માટેની ક્ષમતાના એશ્યોર્ડ રાખવાની સલાહ આપી રહ્યાં છે. કવરેજમાં કોઇ પણ વધારી મંજૂરી પોલિસીના રિન્યુઅલ સમયે જ થાય છે. પરંતુ તમે ટોપ-અપ અથવા સુપર ટોપ- અપ સાથે કવરેજ રકમ વધારી શકો છો. જોકે, એકથી વધુ હેલ્થ કવર લેવાની મંજૂરી છે, એટલા માટે તમે એક નવી ઇન્સ્યોરન્સ પોલિસી પણ લઇ શકો છો. કોરોના કવચના રૂપમાં એક્સક્લુસિવ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન છે. જે કોવિડ-19ના કારણે થયેલા હોસ્પિટલાઇઝેશનના ખર્ચ ઉપાડે છે. જેમાં ઘર પર ઇલાજનો ખર્ચ સામેલ છે. 18-65 વર્ષના કોઇ પણ વ્યક્તિ કોરોના કવચ હેલ્થ ઇન્સ્યોરન્સ લઇ શકે છે.
આ શોર્ટ ટર્મ પ્લાન હોય છે. જે 15 દિવસના વેઇટિંગ પિરિયડની સાથે 3,5,6.5 અને 9.5 મહિના માટે ઉપલબ્ધ છે.
કોરોના કવચ પોલિસી ધાર માટે 14 દિવસ સુધીના ઘર પર ઇલાજ (હોમ કેર ટ્રીટમેન્ટ)નો ખર્ચ કવર થાય છે. શરત એ છે કે આવો ઇલાજ કોઇ મેડિકલ પ્રેક્ટિશનરના પ્રિસ્ક્રાઇબ કર્યો હોય. જેમાં પલ્સ ઓક્સિમીટ૨, ઓક્સીજન સિલેન્ડર, આધાર પર વિશેષજ્ઞ 25 લાખ રૂપિયા સુધીનો સમનેબુલાઇઝર, લેખીતમાં પ્રિસ્ક્રાઇબબ કરવામાં આવેલી દવાઓ, અન્ય ખર્ચ તથા મેડિકલ સ્ટાફ સબંધિત નર્સિંગ ખર્ચ કવર થાય છે. પરંતુ તેઓ મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરેલો હોવો જોઇએ.
જ્યારે તમે તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી તો તમે એક હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂર લેવો જોઇએ. જોકે ભવિષ્યમાં ક્યારે પણ કોવિડ-19ના કારણે થનારા હોસ્પિટલનાઇઝેન ખર્ચને કવર કરવામાં આવે છે. આ વાતને ધ્યાનમાં રાખો કે હોસ્પિટલાઇઝેશન પહેલા એક 30 દિવસનો વેઇટિંગ પિરિયડ (દુર્ધટનાને બાદ) કરી હોવું જોઇએ.
ક્લેમ સેટલમેન્ટ જ્યાં સુધી ક્લેમ સેટલમેન્ટની વાત છે, નિયામકના વીમાકર્તાઓને પૂરી પ્રક્રિયાને
સુવ્યવસ્થિત બનાવવા માટે નિર્દેશ કર્યા છે. જો હોસ્પિટલ વીમા પ્રદાનની
પેનલમાં ઉપસ્થિત યાદીમાં શામેલ છે તો હોસ્પિટલમાં દાખલનો ક્લેમ કેશલેસ થશે.
હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓને હવે મંજૂરી મળ્યાના 60 મિનિટની અંદર દરેક
જરૂરી આવશ્યકતાઓની સાથે તમે કેશલેસ સુવિધા માટે હોસ્પિટલનો સંપર્ક કરવો
પડશે. કોઇ નોન નેટવર્ક હોસ્પિટલની સ્થિતીમાં તમારે બિલ, ડિસ્ચાર્જ રિપોર્ટ
સહિત ઇલાજ સબંધિત દરેક કાગળ પ્રક્રિયા વીમાકર્તાને બીલની રકમના
રિએમ્બરર્સમેન્ટ માટે મોકલવાના રહેશે.
આ પણ વાંચો:-
આયુષમાન ભારત યોજના ( રાષ્ટ્રીય આરોગ્ય સુરક્ષા) માં 5 લાખનો આરોગ્ય વીમો મફત
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો: EDUCATION PORTAL
અમારા Instagram પેજ માં જોડાવા માટે અહી ક્લિક કરો: @educational.portal
સંદર્ભ:- દિવ્યભાસ્કર સમાચાર તારીખ 17-05-2021
Comments
Post a Comment
if you have any questions, let me know