Coaching Training Scheme For Competitve Exam For Sc Students 2021-22
Coaching Training Scheme For Competitive Exam For Sc Students 2021-22
નમસ્તે પ્રિય વાચકો હાલ આપડા ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા ખુબજ મોટા પ્રમાણમાં સરકારી ભરતી આવેલ છે. જેમાં રાજ્યના યોગ્ય લયકાત ધરાવતા વિધાર્થીઓ સરકારી નોકરી માટે અરજી કરી ને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને નોકરી મેળવતા હોય છે. આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે સરકાર દ્વારા Coaching Training Scheme For Competitive Exam for SC Student નામની યોજના બહાર પાડવામાં આવી છે.
સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યમાં વસતા અનુસુચિત જાતિ ના વિધાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સરકાર તફરથી વિધાર્થીઓને સહાય આપવામાં આવે છે. જેની વિષે નીચે વિગતવાર જણાવેલ છે.
સ્કીમ નો લાભ:-
આ યોજનામાં ગુજરાતમાં વસતા અનુસુચિત જાતિના વિધાર્થીઓને કે જેઓ હાલ Competitive Exam ની તૈયારી કરી રહિયા છે જેવી કે ગુજરાત ગૌણ સેવા પસંદગી, પંચાયત સેવા પસંદગી, પોલીસ કોન્સટેબલ, તલાટિ કામ મંત્રી, GPSC, UPSC, Bank Job જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે સરકાર તરફથી 20,000/- રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના Scheduled Caste ના વિધાર્થીઓ ને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ ક્લાસ કરવા માટે આ સહાય આપવામાં આવે છે. જેમાં તેઓ જો કોઈ પણ કોચિંગ ક્લાસ કરે તો તેમણે 20,000/- રૂપિયા સહાય આપવામાં આવે છે. જેમાં અનુસુચિત જાતિના વિધાર્થીઓ કે જેઓ ખુબજ ગરીબ છે અને આર્થિક રીતે પછાત છે તેવા વિધાર્થીઓ ને ખુબજ લાભ થસે.
સ્કીમ માટેની વિધાર્થીની પાત્રતા:
આ યોજના માટે વિધાર્થીઓ ઓનલાઇન અરજી કરવાની હોય છે જેમાં અનુસુચિત જાતિના વિધાર્થીઓ માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા વિધાર્થીઓ ને સહાય મડવાપાત્ર રહશે.
- તાલીમાર્થી વિધાર્થી ગુજરાત રાજ્યની વાતની હોવો જોઈએ.
- તાલીમાર્થી વિધાર્થી અનુસુચિત જાતિનો હોવો જોઈએ.
- તાલીમાર્થી વિધાર્થીને આ સહાય નો લાભ તાલીમ પૂર્ણ કર્યા બાદ મળવાપાત્ર રહશે.
- તાલીમાર્થી વિધાર્થીએ સ્નાતકની પરીક્ષા 50% કે તેથી વધારે માર્કસ થી પાસ કરેલ હોવી જોઈએ.
- તાલીમાર્થી વિધાર્થીમાં પુરુષ તાલીમાર્થી ની ઉમર મહતમ 35 વર્ષ સુધી હોવી જોઈએ.
- તાલીમાર્થી વિધાર્થીમાં સ્ત્રી તાલીમાર્થી ની ઉમર મહતમ 40 વર્ષ સુધી હોવી જોઈએ.
કોચિંગ ક્લાસ માટેની પાત્રતા:
- કોચિંગ ક્લાસ પબ્લિક ટ્રસ્ટ એક્ટ - 2013 હેઠળ અથવા તો સરકારી કાડા હેઠળ માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.
- કોચિંગ આપતી સંસ્થાનું પાન કાર્ડ હોવું જોઈએ.
- કોચિંગ આપતી સંસ્થા GST નંબર ધરાવતી હોવી જોઈએ.
- કોચિંગ આપતી સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઈએ.
- કોચિંગ આપતી સંસ્થામાં વિધાર્થીઓ ની હાજરી પુરાવા માટે બાયોમેટ્રિક મશીન હોવું જરૂરી છે .
- કોચિંગ આપતી સંસ્થા નું Shop And Establishment Act - 1948 મુજબ રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ.
સ્કીમ માટેની વાર્ષિક આવક મર્યાદા:-
Social Justice And Empowerment Department Gandhinagar દ્વારા આ યોજના અનુસુચિત જાતિના વિધાર્થીઓ માટે આપવામાં આવે છે. જેના માટે આ સહાય મેળવા ઇચ્છતા અનુસુચિત જાતિના વિધાર્થીઓ માટે કોઈપણ પ્રકારની આવક મર્યાદા રાખેલ નથી.
સ્કીમનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા:
- વિધાર્થીનું આધારકાર્ડ
- અરજદારની જાતિ / પેટા જાતિ નો દાખલો
- સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ જેમાં ટકાવારીની ગણતરી કરી શકાઈ તેવા પ્રમાણપત્રો
- રહેઠાણ પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ / ભાડાકરાર / ચુટણીકાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક )
- આવકનું પ્રમાણપત્ર
- બેન્ક પાસબૂકની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું )
- જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો
- જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર
યોજનાનો હેતુ:
- અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી/ જી.પી.એસ.સી./ સ્ટેટ કમિશન/ બેંક / એલ.આઇ.સી/ ગૌણ સેવા પસંદગી મંડળ/ જિલ્લા પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાતી વર્ગ -૧,૨ અને ૩ ની રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે. યોજના શરૂ થયાનું વર્ષ : વર્ષ ૨૦૧૭-૧૮
ઓનલાઇન આવેદન કરવાની તારીખ:
- 02-02-2022 થી 28-02-2022 સુધી
Comments
Post a Comment
if you have any questions, let me know